સુરત :
સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આજે બીજા દિવસે પણ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોઈ પણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાયોટીગ તેમજ વજ્ર વાહન ખડકી દેવામાં આવ્યા છે. સમગ્ર પથ્થરમારાની ઘટનામા પોલીસે રાયોટીગ કલમો હેઠળ ગુનો દાખલ કરી 27 આરોપીઓ ઝડપી પાડયા છે. આ આરોપીઓએ કાવત્રુ પૂર્વાયોજિત રચ્યું હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)