સુરત :
સુરતમાં કાયદા વ્યવસ્થાને ખીસ્સામાં રાખતા હોય તેમ અસામાજિક તત્ત્વો દ્વારા આતંક ઉભો કરવામાં આવતો હોય છે. પોલીસને પડકાર ફેંકનારા આરોપીઓએ થોડા દિવસો અગાઉ ઘાતક હથિયારો સાથે સલાતપુરા વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી હતી. સાથે જ લોકોને ધાકધમકી આપી હતી. જેથી રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો. ત્યારબાદ આ ગુનામાં નાસતા ફરતાં આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સલાબતપુરા વિસ્તારમાં ગત 25મી એપ્રીલના રોજ રાત્રીના સમયે અગીયાર વાગ્યા આસપાસ સમીર ઉર્ફે અગ્નિપથ રસીદ શા સહિતનાએ ભેગા મળીને હાથમાં હોકી સહિતના ઘાતક હથિયારો રાખીને તોફાન મચાવ્યું હતું. આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જેથી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી લીધા હતાં. જો કે, સમીર પોલીસ પકડથી દૂર હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)