સુરત :
સુરતમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કતારગામ વિસ્તારમાં એક કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં પોતાની કાર પૂરપાટ ઝડપે દોડાવીને અકસ્માત સર્જ્યો હતો. બીઆરટીએસ રૂટમાં મોપેડ પર જતી બે મહિલાઓને કાર ચાલકે પાછળથી અડફેટે લઈને ઉડાવ્યા હતા. જેથી બન્ને મહિલાઓ રસ્તા પર પટકાઈ હતી
જો કે, માનવતાને નેવે મૂકીને કાર ચલાવતો હોય તેમ ચાલક અકસ્માત બાદ ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ નાસી ગયો હતો. જો કે, આસપાસથી લોકો દોડી આવ્યા હતા. બાદમાં બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી તરફ સમગ્ર ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે.
કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જેથી કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક મહિલાને ગંભીર ઈજા અને વૃદ્ધ મહિલાને સામન્ય ઈજા પહોંચી છે.સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર મામલે કતારગામ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)