સુરત :
સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અસામાજિક તત્વો પણ ફાટીને ધુમાડે ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અડાજણના નુતન રો હાઉસ ખાતે બુટલેગર દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરવામાં આવી હતી. સોસાયટીમાં ઘૂસીને સ્થાનિક યુવકને ઢોર મારવામાં આવ્યો હતો. યુવક પર તીક્ષણ હથિયાર સહિત લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
યુવકના બચાવમાં તેની પત્ની આવી ગઈ હતી. જો કે તેને પણ માર મરાયો હતો. હુમલાખોરો દ્વારા યુવકને માર મરાતા રસ્તા પર પડી ગયો હતો. મહિલા હુમલાખોરો સામે ભીખ માંગી રહી હતી. તેમ છતાં હુમલાખોરો માર મારી રહ્યા હતા. આખરે હુમલાખોરો ધમકી આપીને નાસી ગયા હતા. આ હુમલાખોરોમાં કથિત રીતે વિકાસ અને રોહિત તથા પોપટ નામના બુટલેગરો કોઈની રહેમનજર નીચે હુમલો કરતા હોવાનું કહેવામાં આવી રહ્યો છે. હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
પોલીસે બંને આરોપીઓના સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો
અડાજણ વિસ્તારમાં બુટલેગરો દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અડાજણ પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા હતા દરમ્યાન અડાજણ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જે વિસ્તારમાં મારાં મારી કરી હતી ત્યાં જ સરઘસ કાઢી આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)