સુરતમાં બેફામ ડમ્પર ચાલકે પિતા સાથે સ્કૂલ જવા નીકળેલા માસુમની બાઈકને અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું.

સુરત :

યમરાજના વાહનો સમા ડમ્પર એક પછી એક નિર્દોષોના ભોગ લઈ રહ્યાં છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતાં ડમ્પરે સ્કૂલ જઈ રહેલા બાઈકને અડફેટે લીધા હતાં. જેમાં પિતાનો બચાવ થયો હતો. જ્યારે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

પાછલા ટાયરમાં વિદ્યાર્થી આવી જતા મોત નીપજ્યું

સુરત શહેરના ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. સ્કૂલ જતા વિદ્યાર્થીને સાંઈ પોઇન્ટથી નવાગામ જતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર પિતા-પુત્ર બંન્ને સાથે જઈ રહ્યા હતાં. ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. પિતા તુકારામનો ચમત્કારીક બચાવ થયો હતો. GJ 05 FZ 0499 નંબરની સ્પલેન્ડર બાઈક થી જતો હતો આ વિદ્યાર્થી જ્યારે GJ 21 Y 0912 નંબરના ડમ્પર ચાલે છે વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત થયો હતો.ઘટના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સમગ્ર ઘટના મામલે ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)