સુરત :
સુરતમાં રોજે રોજ અકસ્માતો સર્જાયા રહે છે. ત્યારે પીપલોદ વિસ્તારમાં એક મોંઘીદાટ મર્સિડિઝનો અકસ્માત સર્જાયો હતો. મર્સિડિઝના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર ફૂલ સ્પીડમાં દોડતી હોવાથી બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ હતી. જેથી કાર આડી વળી ગઈ હતી. સાથે જ બીઆરટીએસ રૂટને અને કારને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું. કારમાં એરબેગ હોવાથી ચાલકે સામાન્ય ઈજા પહોંચી હતી. સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. કારના નંબરના આધારે તપાસ કરતાં કાર ગૌરવ પથના કલ્પનાબેનના નામે હતી. અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે, બાદમાં મહિલા કોઈને ફોન કરે છે. ઉલ્લેખનીય છે કે, મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)