સુરત :
સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે ભાજપના કોર્પોરેટર કરતાં પણ તેમના પરિવારના સભ્યોમાં વધારે પાવર આવી ગયો હોય તેવું સામે આવ્યું છે. પાંડેસરાના બમરોલી વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારી છે. જો કે, ગીતા રબારીના સંતાનો માતાની સત્તાનો દૂરુપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. જેથી ભાજપને વિપક્ષ નહીં પરંતુ પોતાના જ પક્ષના સભ્યોથી નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
ભાજપ કોર્પોરેટરના પુત્રની ખુલ્લી દાદાગીરી
ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરીની પાલિકામાં ભારે ચર્ચા ચાલી રહી છે. પાલિકાની ટીમ ગેરકાયદેસર બાંધકામ તોડવા ગઈ હતી. આ દરમિયાન ડિમોલેશન અટકાવવા માટે થઈને ટીમને ઓળખાણ આપીને ધમકાવવામાં આવી હતી. બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી હતી. દબાણ તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારના કેસમાં નાખી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.ધમકીને લઇ મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં મેહુલ વિરુદ્ધ લેખિતમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)