સુરત :
સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેઈર્ન વડે લૉન્ચર મેટ્રો પર ચઢાવવામાં આવી રહ્યું હતું. દરમિયાન બને ક્રેઈર્ન ઊંઘી વળી ગઇ હતી. ક્રેઈર્ન બાજુમાં આવેલ ઘરની બાલ્કની પર નમી પડી હતી. જેથી બાલ્કનીનો ભાગ તૂટ્યો હતો. હાલ કોઈ જાનહાની નથી. ઘરમાં કોઈ હાજર ન હતું. દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીનો ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
સારોલી વિસ્તારમાં મેટ્રોના સ્પામમાં પડેલી તિરાડના કારણે મેટ્રોની કામગીરી પર માછલા ધોવાયા હતાં. ત્યારે નાના વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેઈર્ન ઊંધી વળી ગઈ હતી. જેના કારણે આસપાસમાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.લોકોના ટોળા વળી ગયા હતાં.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)