સુરત :
ગોડાદરા વિસ્તારમાં બનાવવામાં આવેલી અરિહંત એકેડેમી સ્કૂલ આખરે સીલ કરી દેવામાં આવી છે. કોંગ્રેસી નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા ફરિયાદ કરાઇ રહી હતી. શાળાનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બાંધ્યો હોવાની પૂર્વ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરાઈ હતી. સાંજે સ્કૂલ છૂટી ગયા બાદ લિંબાયત ઝોને સિલિંગની કાર્યવાહી કરી હતી.
આ શાળા શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની હતી. છેલ્લા ત્રણ મહિનામાં શાળાના બે માર્ગ ગેરકાયદેસર વધારાયા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી તાત્કાલિક ડિમોલેશન કરવા લેખિત ફરિયાદ કરાઈ હતી. પાલિકાના ઇન્ચાર્જ કમિશનર એવા કલેક્ટરને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળાએ ફરિયાદ કરી હતી. આ સ્કૂલમાં અગાઉ બે વખત નોટિસ આપી ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 1.15 લાખ વહિવટી ચાર્જ પણ પાલિકાએ વસૂલ્યો હતો. આ સાથે ગેરકાયદેસર બાંધકામ નહીં કરવાની લેખિત બાહેધરી પણ લેવામાં આવી હતી
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)