સુરત એસ.ઓ.જી પોલીસે ગોલ્ડ સમગલિંગ કરતા મહિલા સહીત 4ને ઝડપી પાડ્યા.

સુરત :

જ્યારથી સુરત એરપોર્ટ પર દુબઈ-સુરતની ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ છે, ત્યારથી દાણચારો માટે સોનાની દાણચોરી માટે સુરત એરપોર્ટ માટે હોટ ફેવરિટ બની ગયું છે. અવારનવાર દાણચોરો દ્વારા દુબઈથી સુરતમાં દાણચોરીનું સોનું ઘુસાડવામાં આવતું હોવાના કેસ બન્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર છુપાવીને સોનું લાવ્યા હતા. જોકે, તેઓ સોનાની બિસ્કીટ નહોતા લાવ્યા પરંતુ સોનાની પેસ્ટ બનાવી તેનું કાપડ જેવું દેખાતું એક લેયર બેગના પાછળના ભાગે ચીપકાવી દીધું હતું, જેથી પહેલી નજરે જોતા તે બેગનો જ ભાગ હોવાનું લાગતું હતું.

60 લાખ રૂપિયાનું સોનુ ઝડપાયું

સુરત એરપોર્ટ પર આવતા જ એસઓજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત 4ને પકડ્યા હતા. બાદમાં જ્વેલરી એક્સપર્ટને બોલાવીને બેગ પર ખરેખર સોનાની પેસ્ટ ચિપકાવી છે કે નહીં તેની તપાસ કરાવાઈ હતી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો.જ્વેલરી એક્સપર્ટની હાજરીમાં એસઓજીએ બેગ પરથી વધારાનું લેયર કાઢ્યું હતું, જે બહારથી બેગ જેવા બ્લેક કલરનું પરંતુ અંદરથી ગોલ્ડ કલરનું હતું. જ્વેલરી એક્સપર્ટે એસઓજીની હાજરીમાં તે લેયર ઓગાળતા તેમાંથી 900 ગ્રામ વજનનું સોનું નીકળ્યું હતું, જેની બજાર કિંમત 60 લાખ જેટલી થાય છે.

અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)