સુરત ભાજપના નેતાઓને UPની જવાબદારી 100થી વધુ નેતા-કાર્યકરો કરશે પ્રચાર

સુરત :

સુરતમાં દેશભરના પ્રપરાંતીય લોકો વસવાટ કરે છે. ત્યારે ગુજરાતની લોકસભાની ચૂંટણી પુર્ણ કરીને સુરતમાં વસતા ઉત્તરપ્રદેશના નેતાઓ અને કાર્યકરો નવી ઈનિંગ માટે રવાના થયા છે. ઉત્તરપ્રદેશની જોનપુર અને મછલીશહર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર કરવા માટે 25 જેટલી કારના કાફલા સાથે કાર્યકરો-નેતાઓ રવાના થયા છે. ઉત્તર પ્રદેશમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે. દેશનું સૌથી મોટું રાજ્ય હોવાને કારણે અહીં સૌથી વધુ લોકસભા બેઠકો છે. ગત વખતની ચૂંટણીની જેમ જ આ વખતે પણ લોકસભામાં પરિણામ ભાજપ તરફેણમાં આવે તેના માટે સંગઠનાત્મક રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

 

25થી વધુ કાર લઈને ઉત્તર પ્રદેશ જવા રવાના

કેન્દ્રમાં જે પક્ષ કે સંગઠનની સરકાર બનાવવાની હોય તે પક્ષ કે સંગઠને ઉત્તરપ્રદેશને જીવતું રહેતું હોય છે. સૌથી વધુ બેઠક ધરાવતા ઉત્તરપ્રદેશની વધુમાં વધુ સીટ મેળવવા માટે તમામ પક્ષ એડિચોટીનું જોર લગાવતાં હોય છે. ત્યારે ભાજપ દ્વારા માઈક્રોપ્લાનિંગ કરીને આ વખતે પણ યુપીમાં પોતાનો હોલ્ટ ધરાવનારા ગુજરાતના નેતાઓને મેદાને ઉતાર્યા છે. ત્યારે સુરતમાં વસવાટ કરતાં નેતાઓ અને કાર્યકરોને પણ ચૂંટણીના પ્રચાર માટે યુપી રવાના કરવામાં આવ્યાં છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)