સુરત RTOના રેકર્ડ રૂમમાંથી જૂની RC બૂક ચોરી નકલી સ્માર્ટકાર્ડ બનાવી ગાડીઓ વેચવાના કૌભાંડનો પર્દાફાશ.

સુરત :

સુરતના પાલ આરટીઓ કચેરીના રેકર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડવાળી આરસી બૂક ચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો દુરુપયોગ કરી તેની નકલી આરસી બૂક બનાવી લોકોને ગાડીો વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડમાં પાંચ આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે ભાંડો ફૂટ્યો

પોલીસને બાતમી મળી હતી કે, ડભોલીમાં અંકિત વધાસીયા નામનો વ્યક્તિ પોતાના રહેઠાણના ફલે પર આરટીઓ કચેરીના લાયસન્સ વગર કોમ્પ્યુટર પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડ વાળી નકલી આરસી બૂક બનાવે છે. જેથી ત્યાં તપાસ કરતાં કમ્પ્યુટર અને 370 સ્માર્ટ કાર્ડ સહિતનો 92,610નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં જીતુ પટેલ 30 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હોવાથી કોઈને ખબર ન પડે તેમ આરટીઓના રેકર્ડ રૂમમાં જમા કરેલ સ્માર્ટ કાર્ડ વાળી જૂની આરસી બૂક ચોરીને લઈ આવતો હતો. જે અંકિત વઘાસીયાને આપી હતી. આ જૂનીમાંથી ડુપ્લિકેટ નવી બૂક બનાીને અશોક ઉર્ફે બાલો કાછડીયા તેમજ સતિષ જીલ્લા સહિતના લોકો ફાયનાન્સ કંપનીના નામથી વાહનો જપ્ત કરીને સવજીને ગાડી વેચી નાખતા હતાં. આમ સમગ્ર ખેલ ચાલતો હતો. દોઢેક વર્ષ પહેલા નિમેષ ગાંધી પણ આ પ્રકારનો ખેલ કરતો હોવાનું ટોળકીની જાણમાં આવ્યુ હતુ.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)