સોમનાથમાં ખારવા સમાજ દ્વારા શીતળા માતાજીના મંદિરે પૂજા નું ભવ્ય આયોજન કર્યું.

સોમનાથ

શ્રાવણ માસના બીજા સોમવારના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા શ્રાવણ માસના સોમવારે વર્ષોની પરંપરાગત હિરણ નદી કાઠે આવેલ શીતળા માતાજી ના મંદિરે બ્રાહ્મણો દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના તેમજ મહાપ્રસાદ આયોજન કરવામાં આવેલ

આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી, તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી, તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, વેરાવળ માછીમાર બોટ એસોસિયેશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટીયા, વેરાવળ હોડી એસોસિયન ના પ્રમુખ હીરાભાઈ વધાવી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી, ભાલપરા ગામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ લલીતભાઈ ફોફંડી, સુત્રાપાડા ખારવા સમાજના નગીનભાઈ લોઢારી, ભીડીયા ખારવા સમાજ ના પૂર્વ પટેલ છગનભાઈ તથા તેમના આગેવાન, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા, તેમજ ખારવા સમાજના તમામ આગેવાન તથા તમામ બેઠકના પટેલ શ્રીઓ, તેમજ બોહરી સંખ્યામાં ખારવા સમાજ ના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો

અહેવાલ :-દિપક જોશી (ગીર સોમનાથ)