
જૂનાગઢ, 25 એપ્રિલ 2025 – સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજના શુભ દિવસે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી વિશદભાઈ પી. મફતલાલના જન્મદિવસ પ્રસંગે, સોમનાથ મંદિર ખાતે મહાપૂજા અને આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા.
વિશદભાઈ, જેમણે અનેક સમાજ સેવાઓમાં પોતાનું યોગદાન આપ્યું છે, રાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક પ્રકલ્પોમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. આજે, તેમના દિર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન માટે ભગવાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે, સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા વિશદભાઈને શુભકામનાઓ પાઠવવામાં આવી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ