ગીર સોમનાથ: પ્રભાસપાટણ સ્થિત પવિત્ર સોમનાથ મંદિર, જે ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે, તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. વી.વી.આઈ.પી મૂવમેન્ટ અને યાત્રાળુઓની સુરક્ષા માટે, જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથ મંદિર અને આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન (યુ.એ.વી) ઉડાડવા પર પ્રતિબંધ મૂકતો જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
📌 ‘નો ફ્લાય ઝોન’ માટે જાહેરનામું
આ જાહેરનામા હેઠળ તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫થી ૦૫ માર્ચ ૨૦૨૫ સુધી સોમનાથ મંદિર અને તેની આસપાસના ૫ કિમી વિસ્તારમાં કોઈપણ પ્રકારના ડ્રોન કે અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ નિયમનનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (IPC) ની કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
📌 સુરક્ષા માટે પગલાં કેમ લેવામાં આવ્યા?
🔹 સોમનાથ મંદિર એક રાષ્ટ્રીય મહત્વનું ધાર્મિક અને પર્યટન સ્થળ છે.
🔹 વિ.વી.આઈ.પી અવરજવર દરમિયાન કડક સુરક્ષા જાળવવી જરૂરી છે.
🔹 કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હવાઈ ગતિવિધિને રોકવા માટે આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
📌 ‘નો ફ્લાય ઝોન’ નિયમનો અમલ કોણ કરશે?
📍 સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જાહેરનામાની કડક અમલવારી કરવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્રે યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોને આ જાહેરનામાના પાલન માટે અપીલ કરી છે અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે.
(અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ)