પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે શ્રાવણ કૃષ્ણ દશમી અને શ્રાવણ માસના અંતિમ સોમવારના પવિત્ર અવસર પર ભગવાનને બોરસલ્લીનો અદ્ભુત શ્રૃંગાર કરાયો હતો.
ધાર્મિક પરંપરા અનુસાર બોરસલ્લી વૃક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં બોરસલ્લી શિવજીના સત્ચિતાનંદ સ્વરૂપ, શાંતિ અને નિર્મોહનું પ્રતિક માનવામાં આવે છે. બોરસલ્લીના પર્ણોનો ઉપયોગ ધાર્મિક અને આધ્યાત્મિક વિધિમાં અગત્યની ભૂમિકા ભજવે છે. માન્યતા મુજબ, શિવલિંગ પર બોરસલ્લી અર્પણ કરવાથી ભક્તોને સકારાત્મક ઊર્જા, માનસિક શાંતિ અને ભક્તિભાવની અનુભૂતિ થાય છે.
આ પવિત્ર દિવસે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ દર્શાવી હતી.
📿 72 ધ્વજાપૂજન
📿 61 સોમેશ્વર મહાપૂજન
📿 599 રૂદ્રાભિષેક પાઠ
સાંજના 7 વાગ્યા સુધીમાં કુલ 63,857થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરમાં ભજન-કીર્તન સાથે શ્રદ્ધાળુઓએ આ દિવસે વિશેષ ભાવપૂર્વક મહાદેવના દર્શન કર્યા હતા.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ