શ્રાવણ માસના પવિત્ર દિવસે, શ્રાવણ શુક્લ બીજના શુભ અવસરે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે આવ્યા હતા ભાવિકો માટે આ વર્ષે એક અનોખો અને દિવ્ય શ્રૃંગાર ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો. સોમનાથ મંદિર પ્રાંગણમાં ભગવાન શિવના પ્રતીક શ્રી સોમનાથ મહાદેવને વિશેષ હનુમંત શૃંગાર અર્પણ કરાયો હતો, જેમાં 155 કિલોગ્રામ પુષ્પો, ચંદન અને બિલ્વપત્રનો વિહંગમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ શ્રૃંગારમાં હનુમાનજીની પ્રતિમા જે રીતે મહાદેવના જ્યોતિર્લિંગ પર અંકિત કરવામાં આવી હતી, તે દર્શન માત્ર એક શૃંગાર નહોતો, પરંતુ ભક્તિ અને શરણેતાનું જીવંત પ્રતિક બની રહયો હતો. પીળા પુષ્પો અને ચંદનના પાતળા કાંસામાં હનુમાનજીનું સુંદર મુખાકૃતિ દર્શાવવામાં આવ્યું હતું, જે ભક્તોના હૃદયમાં ભક્તિની લાગણીઓનો વરસાદ વરસાવી ગઈ.
ભગવાન હનુમાનજી ભગવાન શિવના રુદ્ર અવતાર તરીકે ઓળખાય છે અને ભગવાન રામના પરમ ભક્ત છે. આ ખાસ શૃંગાર તદ્દન એ ભાવ વ્યક્ત કરતો હતો કે હરિ અને હર વચ્ચે કોઈ ભેદ નથી. ભગવાનમાં ભક્તિ, દાસ્યભાવ અને નિસ્વાર્થ પ્રેમ – એ બધું એકતાનું સુંદર દર્શન અહીં જોવા મળ્યું.
સોમનાથ દાદાના દર્શન માટે આવેલાં હજારો ભક્તોએ આ પાવન શૃંગારની પાશ્ર્વભૂમિએ નમન કરતાં ભગવાન સોમનાથ તથા હનુમાનજીના ચરણોમાં ભક્તિ, શાંતિ અને શરણેતાનું સુખ ભેટ રૂપે માગ્યું. સમગ્ર મંદિર વાતાવરણ ફૂલોના સુગંધથી પણ ભક્તિમય બની ઉઠ્યું.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ