સોમનાથ હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવભીનું સ્વાગત.

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે, બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથ પધાર્યા હતા. તેમના આગમન પ્રસંગે ત્રિવેણી હેલિપેડ ખાતે તેમને ભવ્ય અને ભાવભીનાં સ્વાગત સાથે આવકારવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીનું સ્વાગત કરવા જિલ્લા તથા નગરના અનેક અગ્રણીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, આઈ.જી. નિલેશ જાજડિયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, સંજય પરમાર, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જશાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહ પરમાર સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી.

મુખ્યમંત્રીના આ આગમન સાથે શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓમાં પણ ખાસ ઉમંગ જોવા મળ્યો હતો.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ