સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં શૌચાલય સફાઇ, માર્કેટ સફાઈ તથા ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોમાં સફાઈ ઝુંબેશ

જૂનાગઢ

સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમ અંતર્ગત માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરશ્રી એ.એસ. ઝાપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ વાજા ના માર્ગદર્શન મુજબ સુપરવાઈઝરશ્રી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ.

જેમાં આજ રોજ તા.૨૭/૦૯/૨૦૨૪ના રોજ શહેરના વોર્ડ નં.૧ થી ૧૫મા આવેલ માર્કેટ સફાઇ, શૌચાલયો, શહેરના મુખ્ય માર્ગ અશોક શીલાલેખ આસપાસ તેમજ અશોક શિલાલેખ થી દામોદર કુંડ સુધીના માર્ગની સફાઈ,વડલેશ્વર મહાદેવ મંદિર વણઝારી ચોક, ઝૂલેલાલ મંદિર, ગાંધીગ્રામ, મંગલેશ્વર મહાદેવ મંદિર ઝાંઝરડા રોડ વગેરે પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ તકે શહેરની મૌલિક સ્કુલ ટીંબાવાડી ખાતે કચરાનું વર્ગીકરણ અને હોમ કંપોસ્ટિંગ માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)