“સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં શાળાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે.

જૂનાગઢ

Advertisement

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન વેગવંતુ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા પ્રત્યે નાગરિકોમાં પ્રતિબદ્ધતા વધી રહી છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં શાળાઓમાં શિક્ષકો દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે, અને તેમની આસપાસની સ્વચ્છતા અને પર્યાવરણને સુધારવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં વિવિધ સ્તરે સ્વચ્છતા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. નાગરિકો સ્વચ્છતાની મહત્તા સમજીને આસપાસ સ્વચ્છતા જાળવે તે હેતુથી કાર્યરત આ અભિયાન હેઠળ આજરોજ જિલ્લાભરમાં વિવિધ ગામો કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના તમામ ગામડાંઓમાં સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement