સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ જૂનાગઢ કેશોદ તાલુકાના પાણખાણ ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની સાફ-સફાઈ કરવામાં આવી.

જૂનાગઢ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા, ૧૭ સપ્ટેમ્બરથી દેશ વ્યાપી “ સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનને સાર્થક કરવા જૂનાગઢ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જનઅભિયાન ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તેમજ ગામડાના પરિવારો પણ સ્વચ્છતા અંગે સજાગ થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજ્ન્સી દ્વારા તેમજ આંગણવાડીઓ-શાળાઓ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અન્વય જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખાણ ગામે ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતીમા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગામના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ સફાઇ અભિયાનમા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી, તથા એસ.બી.એમ.જી. સ્ટાફ. તેમજ ગામ લોકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)