નાગરિકોમાં દેશપ્રેમ અને ગર્વની ભાવના વધે તે હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. સૂત્રાપાડા સહિતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વૉલ પેઈન્ટિંગ દ્વારા દેશભક્તિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો.
આ વૉલ પેઈન્ટિંગમાં ‘હર ઘર તિરંગા’, ‘ભારત માતા’, ‘ગાંધીજી’, ‘ત્રીરંગા’ જેવા પ્રેરણાદાયી ચિત્રો દ્વારા લોકોને રાષ્ટ્રીય એકતા અને ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો.
અભિયાનના તબક્કાઓ મુજબ, તા. ૨ થી ૮ ઓગસ્ટ દરમિયાન પ્રથમ તબક્કામાં વૉલ પેઈન્ટિંગ, લેટર ડ્રાઇવ, ક્વિઝ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. બીજા તબક્કામાં તા. ૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ અને તિરંગા યાત્રાનું આયોજન થશે. ત્રીજા તબક્કામાં તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ