હવામાન વિભાગની આગાહીને પગલે અંબાજીમાં ફરી બે દિવસ મા કરા સાથે વરસાદ* 

*હવામાન વિભાગની આગાહીને પગલે અંબાજીમાં ફરી બે દિવસ મા કરા સાથે વરસાદ*

*અંબાજીમાં વરસાદ પડતા અંબાજી પોલીસ સ્ટેશનની સામેના રોડ ઉપર પાણી ભરાયા* 

હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તેને લઈ અંબાજીમાં આજે ફરીથી વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે બપોર બાદ વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા અંબાજીમાં ઉચાણ વાળા વિસ્તારમાં વરસાદ પડતા અંબાજી પોલીસ સ્ટેશનની સામેના વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાયા હતા ત્યારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહીને પગલે દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોના પાકને જે કે બાજરી મગફળી ઉનાળો મકાઈ જેવા પાકોને નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે,

ત્યારે ખેડૂતોને પણ પડ્યા ઉપર પાટુ મારે એવું જોવા મળી રહી છે ખેડૂતો સરકાર પાસે એક જ માગ કરી રહ્યા છે સરકાર અમારી સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હજુ પણ વધુ વરસાદ પડશે તો ખેડૂતોની ચિંતા વધી શકે છે અને ખેડૂતો ને નુકસાન વેઠવાનો વારો આવશે તેવું જોવા મળી રહ્યું છે.

અહેવાલ :- રાજેશ જોષી (બનાસકાંઠા)