હવામાન વિભાગની આગાહી વચ્ચે દાંતા તાલુકાના અનેકો વિસ્તારોમાં કરા સાથે ભારી વરસાદ,
દાંતા માં વરસાદની સાથે સાથે બરફના કરા વરસ્યા, ભારી ઉકળાટ બાદ વાતાવરણ મા ઠંડક પ્રસરી.
હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યના અનેકો જીલ્લોમાં વરસાદ ની ચાર દિવસ માટે આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકા એક વાતાવરણ મા પલટો આપતા આકાશમાં કાલા ડિબાગ વાદળો છવાયા હતા. અને દાંતા તાલુકા ના અનેકો વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શરૂઆત થઈ હતી.
ત્યારે દાંતા તાલુકા મા દાંતા મંથકે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. આ વરસાદની સાથે બરફના કરા પણ પડતા જોવા મળ્યા હતા. ભર ઉનાળે જ્યાં 40 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય ત્યાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારી વરસાદ ની શરૂઆત થઈ હતી અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અહેવાલ :- રાજેશ જોષી (બનાસકાંઠા)