હાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ જૂનાગઢ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા કેમ્પનું આયોજન.

જૂનાગઢ

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે આજરોજ પ્રિન્સિપાલ ડો.પી.વી.બારસીયા સાહેબના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા સમિતિના અધ્યક્ષ ડો.ભાવનાબેન ઠુમ્મર દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ થેલેસેમિયા ટેસ્ટ માટે રેડ ક્રોસ સોસાયટી ભાવનગરથી પધારેલ પ્રોગ્રામ ઓફિસર શ્રી વિનય કામલીયા સાહેબ, તથા પેરામેડીકલ સ્ટાફ સાહિલ શેખ, સુનિલ ડાભી, વિરલ રમણા, કલ્પેશ સોલંકી ઉપસ્થિત રહી રહ્યા હતા.

આ કાર્યક્રમમાં શ્રી વિનયભાઈ કામળિયા સાહેબે પ્રાસંગિક ઉદબોધનમાં જીવનનું મુલ્ય તથા રોગો સામે રક્ષણ અને રોક્થામમાં વિદ્યાર્થીઓની શું ભૂમિકા છે તેનાથી વાકેફ કર્યા હતા. ડૉ. ભાવનાબેન ઠુંમરે તથા ડો. હાર્દિક રાજ્યગુરુ સાહેબે થેલેસેમિયા શુ છે, થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેજર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તથા તેના અટકાવ માટે થેલેસેમિયા પરિક્ષણની અગત્યતા સમજાવી હતી.

આ કેમ્પમાં કુલ ૨૯૮થી પણ વધારે વિદ્યાર્થીઓએ ટેસ્ટ કરાવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રો.ડો.બારસિયા સાહેબ, પ્રા.ઍ.પી.મ્યાત્રા સાહેબ, પ્રા.આર.એચ.પરમાર,ડૉ.ડી.એચ.લોઢીયા, ડૉ.ભાવના ઠુંમર,ડૉ.વી.ડી.કરમટા,પ્રા.એસ.એસ.ચૌહાણ, ડો.હાર્દિક રાજ્યગુરુ, ડો.રતિલાલ કાલરીયા, ડો.એમ.આર.કુરેશી,ડો.આર.આર.ડાંગર, ડૉ.પી.પી. સોલંકી, ડો.ધવલ ચાવડા, ડો.દીપિકા કેવલાણી, ડૉ. વિજય જોટવા, ડો.ભાવસિંહ બારડ, સમગ્ર કોલેજ પરિવારે તથા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ અમુલ્ય સેવા આપી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)