જૂનાગઢ, તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ – ભારત સરકારના આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ આગામી તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ ૧૦મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ “ફોર પીપલ એન્ડ પ્લેનેટ” થીમ સાથે સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે ઉજવાશે.
કાર્યક્રમનું હેતુ:
આયુર્વેદ અંગે જનજાગૃતિ કેળવવી.
લોકોમાં આયુષ/આયુર્વેદ સેવાઓના લાભ અંગે સમજ વધારવી.
સ્વસ્થ અને શક્તિશાળી સમાજ નિર્માણ માટે લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવી.
આયોજન અને મુખ્ય પ્રવૃત્તિઓ:
આયુષ વીંગનો શુભારંભ, જે આયુર્વેદ અને આયુષ સારવારના વ્યાપને વિસ્તૃત કરશે.
આયુર્વેદ પ્રદર્શની: દૈનિક આહાર, વિહાર, રસોડા, આસપાસની ઔષધિઓ, દિનચર્યા અને ઋતુચર્યા અંગે વિશેષ માહિતી.
કુપોષણમાં આયુર્વેદનું યોગદાન અંગે વર્કશોપ અને બાળકો માટે પોષણ જાગૃતિ કાર્યક્રમ.
ઈ-બુક વિમોચન: મહિલા સ્વાસ્થ્ય માટે આયુષનું મહત્વ.
બેનર વિમોચન: કક્કો અને એબીસીડી પ્રોજેક્ટ સંબંધિત.
ઉપસ્થિત મહાનુભાવો:
જિલ્લા પંચાયત, જૂનાગઢના પ્રમુખ હરેશભાઈ ઠુંમર
મેયર ધર્મેશભાઈ પોશીયા
જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા
કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ
માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા
માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી
વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા
જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના ડીન, જનરલ હોસ્પિટલ, જૂનાગઢના સુપ્રીટેન્ડન્ટ, સીવીલ સર્જન, તથા અન્ય સામાજિક અગ્રણીઓ
નાગરિકોને અપીલ:
જિલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢ દ્વારા તમામ નાગરિકોને સહભાગી બનવા અને આયુર્વેદથી લાબ ભેગો કરવા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ