એન.સી.સી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વી.વી નગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૨૫૫ એન.સી.સી કેડેટના અમદાવાદ ડાયરેકટરના ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ – ૩નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટ્રેકિંગ કેમ્પ જેસોર હીલ, બાલારામ, ઉજાણી નેચરલ પાર્ક, અંબાજી ગબ્બર અને રાણી ટૂંક ખાતે યોજાયો હતો જેમાં એન.સી.સી. કેડેટ ટ્રેકિંગ કેમ્પમાં જોડાયા હતા અને પર્યાવરણના જતન અને સંરક્ષણ વિશે માહિતી મેળવી હતી.
આ સાથે ૨૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ એન.સી.સી દિવસની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, સાયકલ રેલી અને ડિબેટ કોમ્પીટીશનનું પણ આયોજન કરાયું હતું. જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં ઓફિસર-૧, જે સી ઓ-૧, એન.સી.ઓ-૨ અને કેડેટ-૨૨ મળીને કુલ-૨૬ બોટલ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં કેમ્પ કમાન્ડટ કર્નલ જગજીત બસવાના, ડેપ્યુટી કેમ્પ કમાન્ડટ લેફ્ટેનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, સુબેદાર મેજર એસ.સુધેશ કુમાર તેમજ વિમળા વિદ્યાલય કેમ્પસના ડાયરેક્ટર પ્રવિણભાઈ જોષી હાજર રહ્યા હતા.
(અહેવાલ : બ્યુરો,પાલનપુર)