૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી તંત્રએ ૧૩ જૂનના રોજ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો માટે “હોમ વોટિંગ” ની અનોખી વ્યવસ્થા ગોઠવી હતી.
ચૂંટણી પંચના માર્ગદર્શનમાં ૯૬ વરિષ્ઠ નાગરિકો અને ૩૫ દિવ્યાંગ સહીત કુલ ૧૩૧ મતદારો એ પોતાના ઘરમાંથી જ મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમને મત આપવાની તક તેમની ઘરની દ્વારીએ મળી, જે માટે તંત્ર દ્વારા રૂટ નક્કી કરી, ઝોનલ ઓફિસર, માઈક્રો ઓબ્ઝર્વર, પોલીસ અને બીએલઓની ટીમો ગોઠવાઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મતદાનની ગુપ્તતા જળવાય તે માટે ખાસ સૂચના આપી હતી. સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી.
વરિષ્ઠ અને દિવ્યાંગ નાગરિકોને ઘરેથી મતદાનની સુવિધા આપીને ચૂંટણી તંત્રએ લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રગટાવી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ