૯ અરજદારોના ખોવાયેલ કિંમતી સામાનના તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિત કુલ કિંમત રૂ. ૭૪,૫૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત કરતી જૂનાગઢ પોલીસ નેત્રમ શાખા.

જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭* મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે.


જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા ઇન્ચા. પોલીસ વડાશ્રી બી.યુ.જાડેજા તથા ડી.વાય. એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ.પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૯ અરજદારોના અલગ-અલગ વિસ્તાર માં ગુમ થયેલ મોબાઇલ ફોન, કિંમતી સામાન નો થેલો તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિત કુલ કિંમત રૂ. ૭૪,૫૦૦/- નો મુદામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

(૧) જૂનાગઢ શહેરના સરદાર ચોક વિસ્તાર માં Realme કંપનીનો મોબાઇલ ફોન રસ્તા પર પડેલ જે ત્યાંથી પસાર થતા એક રાહદારી મંજુબેન જીકાભાઇ પરમારના ધ્યાને આવેલ. મંજુબેને આજુબાજુ તપાસ કરેલ પરંતુ કોઈ વ્યક્તિ તે મોબાઇલ ફોન શોધવા આવેલ નહીં અંતે મંજુબેને તે મોબાઇલ ફોન નેત્રમ શાખા ખાતે જમા કરાવેલ જે પરમાર રોનકભાઇ રાજેશભાઇ, ખડીયાના રહેવાસી નો Realme કંપનીનો મોબાઇલ ફોન રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ હતો તેને જાણ કરી મોબાઇલ ફોન સામેથી બોલાવી પરત અપાવેલ.
(૨) જૂનાગઢ ના શ્રી ગોપાલભાઇ પીઠાભાઇ મુછડીયાનો રૂ.૩૫,૦૦૦/- ની કિંમતનો Vivo કંપનીનો ખોવાયેલ મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ
(૩) જૂનાગઢના શ્રી કરશનભાઇ જગમાલભાઇ રામનો રૂ.૨૦,૦૦૦/- ની કિંમતનો સામનનો ખોવાયેલ થેલો શોધી પરત અપાવેલ.
(૪) જૂનાગઢના રમાબેન જેન્તીભાઇ દેવળીયાનો રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાન નો ખોવાયેલ થેલો શોધી પરત અપાવેલ
(૫) જૂનાગઢ ના સિધ્ધીબેન ધરણાતભાઇ કરમુરનું રૂ.૪,૦૦૦/- ની કિંમતનો સામનનો ખોવાયેલ થેલો શોધી પરત અપાવેલ.
(૬) ભાવનગર ના લાલજીભાઇ જેન્તીભાઇ દોમણીયાની રૂ. ૫૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ.
૭) જૂનાગઢ ના રસીલાબેન બાલુભાઇ ભટ્ટની અગત્યના ડોક્યુમેન્ટસ સહીતની ખોવાયેલ ફાઇલ શોધી પરત અપાવેલ
(૮) જૂનાગઢ શહેરના ગાંધીચોક વિસ્તારમાં અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી રસ્તા પર પડેલ,જે થેલી ત્યાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના શૈલેષભાઈ વાઢેરના ધ્યાને આવેલ તે થેલી નેત્રમ શાખા ખાતે જમા કરાવેલ, નેત્રમ શાખા દ્વારા મુળ માલીક નાથાભાઇ પીઠીયાને શોધી સામેથી બોલાવી પરત અપાવેલ.
૯) જૂનાગઢના ગૌતમભાઇ ભગવાનજીભાઇ વાઘેલાના અગત્યના ડોક્યુમેન્ટસ સહીતનુ ખોવાયેલ પાકીટ શોધી પરત અપાવેલ.
તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં પી.એસ.આઇ. શ્રી પી.એચ. મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, નરેન્દ્રભાઇ દયાતર, સુખદેવભાઇ કામળીયા, શિલ્પાબેન કટારીયા, દક્ષાબેન પરમાર, જાનવીબેન પટોળીયા, પાયલબેન વકાતર, એન્જીનીયર નિતલબેન મહેતા નો સમાવેશ થાય છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)