📌 48 જરૂરતમંદ પરિવારોને અપાયું ભવ્ય 1BHK ઘર
📌 ड્રો દ્વારા 72માંથી 48 લાભાર્થીઓની પસંદગી, બાકીના માટે આશ્વાસન
📌 માત્ર ₹2.5 લાખમાં 400 સ્ક્વેર ફૂટનું મકાન, સામાજિક એકતા અને સહાયતાનો અનોખો ઉદાહરણ
🏡 દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘર હોય, પણ આજના મોંઘવારીના યુગમાં આ સ્વપ્ન પૂરું કરવું મુશ્કેલ બની ગયું છે. વેરાવળ પટની સમાજના પ્રમુખ પટેલ અફઝલ સાહેબ અને તેમની ટીમે માત્ર એક વર્ષમાં અશક્યને શક્ય બનાવી આ વિશાળ પ્રોજેક્ટ સફળતા સાથે પૂર્ણ કર્યો છે.
📌 ડ્રો દ્વારા 48 નસીબદાર પરિવારોને ઘર મળ્યું
💠 72 અરજદારમાંથી 48 લોકો ડ્રો દ્વારા પસંદ કરાયા
💠 બાકીના 24 અરજદારોને વચન અપાયું કે આગામી સમયમાં મકાન આપશે
💠 ₹2.5 લાખ જેવી ટોકન રકમમાં મળ્યું મકાન, જે આજના સમયમાં પણ દુર્લભ છે
📌 કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને મહાનુભાવો
🟢 ગિર સોમનાથ જિલ્લાના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મોલાના
🟢 સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા
🟢 ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, નગરપાલિકાના નગરસેવકો અને અનેક યુવાનોની હાજરી
📍 પટની સમાજની કારોબારી ટીમ, વેલ્ફેર કમિટી અને મદદગાર સભ્યો દ્વારા જહેમત ઉઠાવાતા આ કાર્યક્રમ ભવ્ય રીતે સફળ રહ્યો.
🎤 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ