🚨
📍 સાબરકાંઠા: તલોદના રેલવે ટ્રેક નજીક એક વૃદ્ધા અને તેમના પ્રપૌત્રને વિશ્વાસમાં લઈને ગઠિયાઓએ દોઢ લાખના દાગીના ઉતરાવી ગયા હોવાની ઘટના સામે આવી છે.
🔎 શું બન્યું હતું?
તલોદના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા વાદી પશીબેન સુરાભાઈ (ઉંમર 72) પોતાના પ્રપૌત્ર કાર્તિક સાથે તલોદના બજારમાં શાકભાજી લેવા ગયા હતા. સાંજે છ વાગ્યા આસપાસ સાબરકાંઠા બેંકની ગલીએ પસાર થતાં અજાણ્યા એક મહિલા અને બે પુરુષોએ હિન્દીમાં ATM અંગે પૂછપરછ કરી હતી.
🗣️ વિશ્વાસમાં લેવાની ચતુર યુક્તિ:
- શખ્સોએ વૃદ્ધા અને બાળકને વિશ્વાસમાં લેતાં દ્રાક્ષ માટે ₹500ની નોટ આપી.
- આ દરમિયાન મહિલાએ અડધી ગુજરાતી અને અડધી હિન્દીમાં વાતચીત શરૂ કરી.
- મહિલાએ વૃદ્ધાને ગળામાં પહેરેલો દોરો અને કાનમાં પહેરેલી બુટ્ટી ઉતરાવાવી અને રફુચક્કર થઈ ગઈ.
💰 કુલ નુકસાન: ₹1,43,830ના દાગીના
👮♂️ પોલીસ કાર્યવાહી:
તલોદ પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવી છે અને ત્રણ અજાણ્યા શખ્સોને પકડવા માટે તપાસ શરૂ કરી છે. સ્થાનિક વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
⚠️ સાવચેતી રાખવી જરૂરી:
➡️ અજાણ્યા વ્યક્તિઓની વાતચીતમાં આવતાં પહેલાં સાવધાની રાખવી.
➡️ ગઠિયાઓ અનેકવાર ATM, નોટ અને અન્ય બહાનાંઓથી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરે છે.
➡️ શંકાસ્પદ વ્યક્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી.
📢 તલોદના નાગરિકોને સાવચેતી રહેવાની અપીલ: તલોદ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અજાણ્યા શખ્સો સાથે સાવચેત રહેવું અને શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવી. 🚨
અહેવાલ :- ઉમેશ ઠાકોર, બનાસકાંઠા