અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ સ્વામી વીવેકાનંદ સ્કૂલની ઘોર બેદરકારી આવી સામે બાથરૂમ પાસે આવેલ સ્ટોર રૂમમાં અસહાય દુર્ગંધ વચ્ચે શિક્ષણ મેળવવા ધોરણ 1ના વિદ્યાર્થીઓ બન્યા મજબુર.

અંક્લેશ્વર

અંક્લેશ્વર કેસે પઢેગા ઇન્ડિયા કેસે બઢેગા ઇન્ડિયા અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ સ્વામી વીવેકાનંદ સ્કૂલની ઘોર બેદરકારી આવી સામે બાથરૂમ પાસે આવેલ સ્ટોર રૂમમાં અસહાય દુર્ગંધ વચ્ચે શિક્ષણ મેળવવા ધોરણ 1ના વિદ્યાર્થીઓ બન્યા મજબુર.

હજારો રૂપિયા ફીની ચુકવણી કરીને પણ વિદ્યાર્થીઓને બાથરૂમ પાસે આવેલ સ્ટોર રૂમમાં શિક્ષણ મેળવવા મજબુર થવું પડી રહ્યું છે. અમે વાત કરી રહ્યા છે. અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ સ્વામીવીવેકાનંદ સ્કૂલની. સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ધોરણ 1 ના વિદ્યાર્થીઓને એટેચ ટોયલેટ બાથરૂમની બાજુમાં સ્ટોર રૂમ ની અંદર વર્ગખંડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. ટોયલેટ બાથરૂમની અસહાય દુર્ગંધ ની વચ્ચે અભ્યાસ કરવા મજબુર થયેલ વિદ્યાર્થીઓ રોગચાળાની ચપેટમાં આવી જાય તેવો ભય પણ વાલીઓને સતાવી રહ્યો છે. જેમાંની એક વિદ્યાર્થીની બીમાર પણ પડી ગઈ હોવાથી વાલીઓએ સ્કૂલ પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. અને સ્કૂલ સંચાલકો સામે ઉગ્ર વિરોધ દર્શાવી આક્રોશ ઠાલવ્યો હતો.

જ્યારે સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સફાઈ સાથે સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવી રહ્યું છે અને સાથે એ પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે વર્ગખંડની પરમિશન મળી તો કેવી રીતે ?

હાલતો ચોમાસાની ઋતુ અને ચાંદીપુરા વાઇરસનો ડર લોકોને સતાવી રહ્યો છે. તેવામાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલકોની ઘોર બેદરકારી સામે આવતા વિદ્યાર્થીઓના આરોગ્યને લઈ વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠાવી છે. સાથે સમયસર નિરાકરણ નહિ લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરી ધરણાં પ્રદર્શન ની ચીમકી ઉચ્ચારી દિધી છે.

અહેવાલ :- નીતિન માને (ભરુચ)