તા.૧૧ ફેબ્રુઆરી ના રોજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે શ્રી મનસુખભાઈ વાજાના વડપણ હેઠળ સેજની ટાંકી પાસે, જવાહર રોડ, જુનાગઢ સ્થિત અંધ કન્યા છાત્રાલય ચલાવવામાં આવે છે, જેમાં જ્ઞાતિના ભેદભાવ વગર રહેતી પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ માટે રહેવા – જમવા નો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, ઉપરાંતમાં દાતાશ્રીઓ ના સહયોગથી તેમની કોલેજની ફી પણ ભરી આપવામાં આવે છે. આવી માનવીય સંસ્થા માં રહીને અભ્યાસ કરતી લેઉવા પટેલ જ્ઞાતિ ની પ્રજ્ઞાચક્ષુ દિકરી કુ.ચંપાબેન ગોબરભાઇ આંસોદરીયાની મોરબી નિવાસી પ્રજ્ઞાચક્ષુશ્રી મયુરભાઈ ગોવિંદભાઈ ગજેરા સાથે બંને પ્રજ્ઞાચક્ષુ દીકરા-દીકરીઓની સહમતીથી તેમના માતા પિતા તેમજ કુટંબીજનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વિધિ ( સગાઈ વિધી ) કરવામાં આવી હતી,
આ સંસ્થા માટે પ્રથમ પ્રયાસરૂપ અને સમાજને નવો રાહ બતાવતા નવતર પ્રયોગરુપ બંને પક્ષના સગા વહાલા દ્વારા ગોળ-ધાણા ખાઈને સબંધ નક્કી કરવામાં આવ્યો.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશગીરી મેઘનાથી, અરવિંદભાઈ મારડિયા, બટુકબાપુ, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, કિરીટભાઈ ચંદારાણા, ગીરીશભાઈ મશરૂ, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, રાજેન્દ્રભાઈ ચુડાસમા, દયાબેન માણેક, જયાબેન પરમાર, અને મનોજભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)