અંબાજીના અજય માતાના મંદીરે, પાટોત્સવ, નવચંડી યજ્ઞ અને 1008 કમળ પૂજા અને મહા આરતી યોજાઈ.

અંબાજી

શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે માં અંબાનુ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે તેની પાસે માન સરોવર નજીક માં અંબાના મોટા બહેન અજય માતાનું મંદિર આવેલુ છે.આ મંદીરે આજે ભવ્ય પાટોત્સવ ઉજવવામા આવ્યો,અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો અને 11 કિલોની કેક પણ કાપવામાં આવી.માતાજીના મંદીરે મહા આરતી કરવામાં આવી અને નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

અજય માતા માં અંબાના મોટા બહેન તરીકે ઓળખાય છે અને આ મંદીરમા મૂર્તિ પણ હજારો વર્ષ જુની છે, અહી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. રાવણ નો વધ કરવા માટે પ્રભુ રામે આજ અજયમાતા નુ સ્મરણ કર્યુ હતુ, ત્યારબાદ અજય માતા એ પ્રભુ રામને અજય બાણ આપ્યું હતું તેનાથી રાવણનો વધ થયો હતો, તેવી કથા શાસ્ત્રોમાં લખેલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અજય માતાના મંદિરે અનેકો કાર્યક્રમ યોજાયા હતા.નવચંડી યજ્ઞ અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન થી શરૂ કરાયો હતો. માતાજીને 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. મંદિરને રંગબેરંગી ફૂલોથી અને બલૂનથી શણગારવામાં આવ્યુ હતુ. મહા આરતીમા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.આ મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર છે. શ્રાવણ માસમાં આ મંદિરમાં રાત્રે 1008 કમળ પૂજા પણ કરવામાં આવે છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)