અંબાજી ગબ્બર પર મધમાખીઓનો આતંક: યાત્રાળુઓએ દોડધામ કરી ચોક ખાલી કર્યો!

અંબાજી (તા. 11 એપ્રિલ 2025)
દેવસ્થાન અંબાજીના ગબ્બર પર્વત પર આજે યાત્રાળુઓ માટે તંગદિલ બનાવનાર દ્રશ્યો સર્જાયા જ્યારે મધમાખીઓના ઝુંડે આખા ગબ્બર ચોકમાં અફરાતફરી મચાવી. ભમર જેવા અવાજ સાથે મધમાખીઓએ ચોક પર ઉડાન ભરી અને શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાયો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, “હમણાં જ પર્વત પરથી દર્શન કરીને અમે ચોક પર આવી રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીઓના ઝુંડ ઉડી આવ્યા અને બધાએ દોડધામ શરૂ કરી દીધી.

ઘટનાને પગલે મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચોક ખાલી કરાવાયો અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોઈ મોટી ઇજાના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ એક-બે યાત્રાળુઓને હળવી ઇજા પહોંચતાં તાત્કાલિક ફર્સ્ટ એઇડ આપવામાં આવ્યું છે.

અહમ મુદ્દાઓ:

  • ગબ્બર ચોક પર મધમાખી ઉડી આવતા દોડધામ
  • શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ
  • તાત્કાલિક સલામત ખસેડવાની કાર્યવાહી
  • ઘટના સમયે ચપળતા દાખવતા ટ્રસ્ટ કર્મીઓ

અહેવાલ: ઉમેશ ઠાકોર, બનાસકાંઠા