અંબાજી દાંતા વચ્ચે હિટ એન્ડ રન ની ઘટના એક નું મોત.
બનાસકાંઠા:
દાંતા થી અંબાજી તરફ આવી રહેલી એક કાર એ બાઈક ચાલક ને ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો, કાર ની સ્પીડ એટલી જોરદાર હતી કે બાઈક ચાલક રોડ ઉપર થી ઉડી બાજુ ના ખેતર માં પટકાતા બાઈક ચાલાક ને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જોકે આ અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળે થયો નાસી છૂટ્યો હતો, અને ત્યાર બાદ પોતે દાંતા પોલીસ સ્ટેશને હાજર થયો હતો.
આ અકસ્માત માં બાઈક ચાલક ને દાંતા 108 ના EMT મુકેશ પરમાર તેમજ પાઇલોટ કમલેશ રબારી ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલ ખસેડ્યો હતો પણ આ બાઈક ચાલાક નું ત્યાંજ મોત નીપજ્યું હતું આ અકસ્માત માં મરણ જનાર બાઈક ચાલક પાસે 5800 ની રોકડ રકમ હતી
તે 108 ના ચાલક ને EMT એ બાઈક ચાલક ના સાથીદાર વનરાજ ખેર રહેવાસી અડેરણ વાળા ને સુપરત કર્યા હતા, આ અકસ્માત માં મરણજનાર બાઈક ચાલાક ના મૃતદેહ ને દાંતા ની રેફરલ હોસ્પિટલ માં લઇ જવાયા છે.
અહેવાલ :- રાજેશ જોષી (બનાસકાંઠા)