અંબાજી પંથક મા ધોધમાર વરસાદ વેહલી સવાર થી ભારી વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી વેહતુ થયું, મેળા ની તૈયારીઓ વચ્ચે વરસાદ ની એન્ટ્રી.

અંબાજી

યાત્રાધામ અંબાજી મા ધોધમાર વરસાદ ની શરૂઆત થઈ છે. સપ્ટેમ્બર મહિના મા પણ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગઈ કરાઈ છે તેની અસર દાંતા તાલુકા મા પણ જોવા મળી રહી છે. વેહલી સવાર થીજ આકાશ મા કાલા ડીબાંગ વાદળો છવાતાં હતા અને ત્યાર બાદ વરસાદ ની શરૂઆત થઈ હતી. આજે દાંતા તાલુકા ના અનેકો પંથકો મા વરસાદ ની શરૂઆત થઈ છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભારી વરસાદ ની થઈ શરૂઆત થઈ હતી. ભારી વરસાદ વરસતા અંબાજી ના માર્ગ પર પાણી વેહતું થયું હતું. અંબાજી મા ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાએ પાણી નો ભરાવો જોવા મળ્યો હતો જેના લીધે વાહન ચાલકો ને મુશ્કિલી પણ સર્જાઈ હતી .

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાત ના અનેક જિલ્લાઓ મા હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના અનેકો વિસ્તારોમાં ભારી થી અતિ ભારી વરસાદ પણ વરસી રહ્યો છે. જેના કારણે ગુજરાત મા અનેકો જગ્યાએ હાહાકાર જેવી સ્થિતિ સર્જાય છે. અને લોકોને અનેકો પ્રકારની મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગાહી કરાતા તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. અને આજે સવારે દાંતા તાલુકા ના અનેકો પંથકો મા વરસાદ વરસી રહ્યો છે. અંબાજી પંથક મા ધોધમાર વરસાદ થયો છે. ભારી વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર નદી ની જેમ પાણી વેહતુ થયું છે. વેહલી સવાર થી વરસાદ પડતા સમગ્ર અંબાજી પાણી પાણી થયું હતું. અને રોડ રસ્તાઓ પર પાણી ભરાતા અંબાજી માં મહા મેળાની તૈયારીઓ માં પણ મુશ્કિલી સર્જાય તેવી સ્થિતિ બની રહી છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)