અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રીક્ષામાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા.

બનાસકાંઠા

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રીક્ષામાં ગે.કા અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલ નંગ-૫૩ કિ.રૂ.૩૪,૭૨૦/- તથા રીક્ષા કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૩૫,૨૨૦/- સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય

રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી વી.જી.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી બનાસકાંઠા નઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખોડીવલ્લી સર્કલ પાસે આવતાં બાતમી હકીકત મળેલ કે, રીક્ષા નંબર RJ.12.PA.6974 માં ગે.કા અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી આવે છે જેની વોચ તપાસમાં રહી ઉક્ત રીક્ષા આવતાં સદરે રીક્ષામાં બેસેલ ત્રણ ઇસમો નાસવાની કોશીશ કરતાં ત્રણ ઇસમો પૈકી એક ઇસમને પકડી પાડેલ તેમજ બે ઇસમો ભીડનો લાભ લઇ નાસી ગયેલ અને પકડાયેલ ઇસમના કબ્જાની રીક્ષામાંથી ગે.કા અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલ નંગ-૫૩ કિ.રૂ.૩૪,૭૨૦/- તથા રીક્ષા કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૩૫,૨૨૦/- સાથે આરોપી દિલિપકુમાર નારાયણલાલ મીણા રહે.બર્ના તા.રીષભદેવ જી.ઉદેપુર વાળા તેમજ નાસી જનાર બે ઇસમો વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર ( બનાસકાંઠા)