બનાસકાંઠા
અંબાજી બજારમાં લુખા તત્વનો આતંક ગઈ રાત્રે જોવા મળ્યો હતો. અંબાજી મંદીરના 7 નંબર ગેટ પાસે આ લુખ્ખા તત્વે હંગામો મચાવ્યો હતો. ગઈ મોડી રાત ની આ ઘટના મા લુખ્ખા તત્વે શર્ટ કાઢીને અંબાજી ના જાહેર બજારમાં ફરતો દેખાયો હતો. અને અડધો કલાક સુધી જાહેર બજારમાં આતંક મચાવ્યો હતો. આ પ્રકાર ના દર્શ્યો પવિત્ર યાત્રાધામ અંબાજી ની છવી ને ખરાબ અસર કરી રહ્યા છે. જાહેર માર્ગ પર આ લુખા તત્વે દહશત નો માહોલ ઊભો કર્યો હતો. અને રોડ ઉપરથી પસાર થતાં અનેકો લોકો પર દાદાગીરી બતાવવાની કોશિશ કરી હતી જેથી લોકો તેમનાથી બચતા નજરે પડ્યા હતા.
ગઈ કાલે બનેલી આ ઘટના મા મંદીર ના વીઆઇપી ગેટ પાસે જાહેર માર્ગ પર આ લુખ્ખા તત્વ દ્વારા દાદાગીરી કરીને હંગામો મચાવ્યો હતો આખા બજારના રોડ પર શર્ટ કાઢીને લુખાગીરી કરી હતી. અંબાજી મંદિર ના 7 નંબર ગેટ થી લઈને ગ્રામ પંચાયત સુધી આ પ્રકાર નો હંગામો જોવા મળ્યો હતો. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા અંબાજી પોલીસ ને જાણ કરતા અંબાજી પોલીસ તાત્કાલીક પહોંચી હંગામો મચાવનાર વ્યક્તિ ને પકડી પાડવા મા આવ્યો હતો. બહારગામ થી આવેલાં લુખા તત્વે અંબાજી બાનમાં લીધું હતું.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)