અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ, ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો 1.20 હજાર સાથે lcbએ એક ઇસમને ઝડપી પાડ્યો.

અંબાજી

હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે દૂર દૂરથી યાત્રિકો માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. ભાદરવી મહામેલા મા લાખો ની સંખ્યા મા આવતા યાત્રાળુઓ ની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાત ની મેળા દરમ્યાન અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના 5,000 કરતાં વધુ કર્મીઓ ખડે પગે સેવા બજાવી રહ્યા છે. બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા પુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે. ત્યારે આજે એલ.સી.બી. બનાસકાંઠા ને મેળા દરમ્યાન એક સફળતા હાથ લાગી છે.

ભાદરવી મેળામાં ભકત બનીને આવેલાં યુવક પાસે થી ડુપ્લીકેટ નોટો પકડાઈ છે. નોટો વટાવવા આવેલાં યુવકને બનાસકાંઠા એલસીબીએ પકડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો 1.20 હજાર સાથે lcb એ એક ઇસમને ઝડપી પાડ્યો છે. ભાભરના બુરેઠા ગામના ભરત પ્રજાપતી ને ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે. ત્યાર બાદ Lcb પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી પોતાનાં ઘરે કલર પ્રિન્ટર મા નોટો છાપતો હતો. અને વઘુ પૂછપરછ થાય તો બીજા પણ ગુન્હા બહાર આવી શકે તેમ છે. સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)