અંબાજી મંદિર મા ભક્તો માટે ઠંડી છાશનું નિશુલ્ક વિતરણ, ભારી ગર્મી ના પગલે સુવિધા કરાઈ.

બનાસકાંઠા:

ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં આવેલું માં જગત જનની અંબા નું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. માં અંબા નુ આ ધામ શક્તિપીઠ અંબાજી અને ગોલ્ડન ટેમ્પલ તરીખે પણ ખ્યાતિ ધરાવે છે. માં જગતજનની જગદંબા ના પ્રતિ કરોડો લોકો ની આસ્થા જોડાયેલી છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર મા દર રોજ હજારો લોકો માતાજી ના ચરણો મા શીશ નમાવવા અને માતાજી નો આશીર્વાદ લેવા અંબાજી આવે છે. હજારો લાખોની ની સખ્યાં મા અંબાજી મંદિરે આવતા માઇભકતો ને માતાજી ના દર્શન સુગમતા થી થાય અને કોઈપણ જાત ની મુશ્કિલી ન થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અનેકો સુવિધાઓ ઉભી કરવા મા આવતી હોય છે. હાલ ગર્મી નો પ્રકોપ સમગ્ર દેશ ભર મા જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર મા આ કાળજાળ ગર્મી મા ભક્તો ને ઠંડી છાંછ નિશુલ્ક વિતરણ કરવા ની શરૂઆત કરી છે.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજ થી દર્શને આવતા તમામ માઇભકતો માટે વિના મૂલ્યે છાશનું વિતરણ શરૂ કરવા મા આવ્યું છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભકતો આ ગર્મી મા ઠંડી છાશ નો લાભ લઇ રહ્યા છે.
ભારે ગરમી ના પગલે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉનાળાની ઋતુ દરમિયાન ઠંડી છાશ અંબાજી મંદિરમાં આવતા ભક્તોને અપાશે તેવું ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું. ઠંડી છાશ થી સન સ્ટ્રોક અને ડી હાઇડ્રેશન થી બચી શકાય છે. જેથી આ ઉનાળાની ઋતુ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્તમ નિર્ણય લેવામાં આવ્યો છે.

અહેવાલ :- રાજેશ જોષી (બનાસકાંઠા)