શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઋતુ પરિવર્તનને કારણે સૂર્યોદય-સૂર્યાસ્તના સમયમાં થતી ઋતુપ્રેરિત બદલાવને ધ્યાનમાં રાખીને સોમવાર, આસો સુદ-૧, તા. 22/09/2025થી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના નવા સમયપત્રક અમલમાં આવશે.
નવી સમયસરણી મુજબ:
સવારે આરતી : 07:30 થી 08:00
સવારે દર્શન : 08:00 થી 11:30
રાજભોગ : બપોરે 12:00
બપોરે દર્શન : 12:30 થી 16:15
સાંજે આરતી : 18:30 થી 19:00
સાંજે દર્શન : 19:00 થી 21:00
ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને વિનંતી કરવામાં આવી છે કે દર્શન માટે આવતા ભક્તો નવા સમય મુજબ આયોજન કરે.
🪔 નવરાત્રી કાર્યક્રમોની જાહેરાત
અંબાજી મંદિર ટ્રસ્ટે સાથે સાથે આવનારા નવરાત્રી મહોત્સવને લઈને વિશેષ કાર્યક્રમોની વિગતો જાહેર કરી છે:
ઘટ સ્થાપન:
તારીખ : 22/09/2025 (સોમવાર, આસો સુદ-1)
સમય : સવારે 09:00 થી 10:30
દુર્ગાષ્ટમી:
તારીખ : 30/09/2025 (મંગળવાર, આસો સુદ-8)
આરતી : સવારે 06:00
ઉત્થાપન:
તારીખ : 30/09/2025 (મંગળવાર)
સમય : બપોરે 12:00
વિજયાદશમી:
તારીખ : 02/10/2025 (ગુરુવાર, આસો સુદ-10)
સમય : સાંજે 17:00
દૂધ પૌઆનો ભોગ (પુનમ):
તારીખ : 06/10/2025 (સોમવાર)
સમય : રાત્રે 12:00 (કપુર આરતી સાથે)
આસો સુદ પુનમ:
તારીખ : 07/10/2025 (મંગળવાર, આસો સુદ-15)
આરતી : સવારે 06:00
ટ્રસ્ટે જણાવ્યું છે કે 08/10/2025થી મંદિરની આરતી-દર્શનની સમયસરણી ફરી રાબેતા મુજબ રહેશે.
અહેવાલ ઉમેશ ઠાકોર બનાસકાંઠા