અખિલ ભારતીય નાગર પરિષદ-જૂનાગઢ શાખાની નવી કારોબારીની રચના.

અખિલ ભારતીય નાગર પરિષદ, જૂનાગઢ શાખાની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ૧૯૭૮થી કાર્યરત આ સંસ્થા નાગર જ્ઞાતિના સામૂહિક ઉત્કર્ષ, ભાઈચારો, એકતા અને સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ આયોજન અને યોજનાઓ અમલમાં મૂકી રહી છે.

સ્થાપનાથી લઈને અત્યાર સુધી અનેક આગેવાનોના સક્રિય યોગદાનથી આ સંસ્થા સતત જીવંત અને કાર્યશીલ રહી છે. નવા કાર્યકાળમાં સંસ્થાને વધુ મજબૂત બનાવવા સાથે સમાજ વિકાસ માટે નવી પહેલો હાથ ધરવામાં આવશે, એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નવી કારોબારી સમિતિમાં નીચે મુજબની વરણી કરવામાં આવી છે:

  • પ્રમુખ: કિશોરભાઈ વસાવડા (રાઘુભાઈ)

  • ઉપપ્રમુખ: પંકજભાઈ દેસાઈ

  • મંત્રી: પ્રચેતાબેન વોરા

  • સહમંત્રી: આનંદભાઈ દેસાઈ

  • ખજાનચી: કુ. ભાવનાબેન વૈષ્ણવ

  • સહ ખજાનચી: જીતેન્દ્રભાઈ ઝાલા

  • સહ ખજાનચી: ધર્મિશા છાંયા

  • પ્રોજેક્ટ ડાયરેક્ટર: જિજ્ઞાસા બક્ષી

  • સહકાર્યકર: ધૃતિબહેન અવાશિયા

  • વહિવટી કાર્ય: નિખિલભાઈ વૈષ્ણવ, બી.કે., જયમન જીકાર

આ નવી ટીમના ચયનને નાગર સમાજના મિત્રો અને શુભેચ્છકોએ ઉમળકાભેર આવકાર્યો હતો અને સૌએ નવા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ