અખિલ ભારતીય પંચાયત પરિષદ ના હોદેદારોની વરણી કરવામાં આવી

ગીર સોમનાથ

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા દિલ્હી થી 1959 ના રોજ અખિલ ભારતીય પંચાયત પરિષદની સ્થાપના કરવામાં આવી અને આટલા વર્ષોમાં તેમની ખૂબ જ સરાહનીય કામગીરી રહી છે હાલમાં સુબોધકાંત સહાય તથા કાર્યકારી અધ્યક્ષ અશોક ચૌહાણ રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયા ની આગેવાનીમાં ગુજરાતમાં અખિલ ભારતીય પંચાયત પરિષદના નવા રંગરૂપ સાથે હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી

જેમાં ગુજરાતના પ્રમુખ તરીકે હિરેનભાઈ પટેલ ઉપપ્રમુખ રાજુભાઈ રાવલ કાર્યાલય મંત્રી ધર્મેશભાઈ ચાવડા સંગઠન મંત્રી વનરાજસિંહ ચૌહાણ અને વિરાટભાઈ ગઢવી તથા મનીષાબા વાડા અનેક જિલ્લા અને તાલુકા લેવલે હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી હિરેનભાઈ પટેલની ટીમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ગામડાઓના વિકાસ તથા સવલત માટે કાર્યરત રહેશે અને સરાહનીય કામગીરી દરેક ઝીણવટ ભરી બાબત પર ધ્યાન આપી છેવાળાના માનવી સુધી કેન્દ્ર સરકાર તથા ગૂજરાત માં સરકાર ની યોજના ઓ પહોંચાડવા તથા વિકાસ નાં કાર્ય ની નેમ સાથે એક પંચાયતી રાજ ઉભો કરવામાં આવશે એ વિગત ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના રાષ્ટ્રીય સચિવ શ્રીમતી સોનલબેન ડાંગરિયા ગુજરાત પ્રમુખ શ્રી હિરેનભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ રાવલ એપ્રેસ મીડિયામાં જાણકારી આપી છે

અહેવાલ: – દિપક જોશી પ્રાચી (ગીર સોમનાથ)