અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP)નો આરોપ

ભાવનગર
અખિલ ભારતીય વિદ્યુાર્થી પરિષદ (ABVP), નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યૂજી 2024) ના આયોજન દરમિયાન થયેલી ગડબડીઓ અને પરીક્ષા પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા અને પરિણામ પર ઉઠેલા પ્રશ્નોના સમાધાન માટે સિબિઆઈ તપાસની માગ કરી છે. આ પરીક્ષાના આયોજનના દિવસે જ દેશના અલગ-અલગ ભાગોમાં ગડબડીઓ સામે આવી હતી. અને અલગ-અલગ સ્થળોએ સોલ્વર પકડાયા હતા, સાથે જ કેટલીક જગ્યાએ પ્રશ્નપત્ર વિતરણ વગેરેમાં પણ ગડબડ મળી હતી.
“લોકસભા ચૂંટણી પરિણામના દિવસે નીટ-યૂજીના પરિણામ જાહેર કરી એનટીએ શું છુપાવવા માંગતી હતી ? :- યાજ્ઞવલ્ક્ય શુક્લ”

નીટ-યૂજી 2024 ના આયોજન અને પરિણામથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ની અયોગ્યતા અને ભ્રષ્ટાચાર સામે આવ્યા

મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે યોજાતી આ પરીક્ષાની પારદર્શિતા પર વિદ્યાર્થીઓ ધણી શંકા ઉભી થઈ છે. નીટ-યૂજીની પરીક્ષાના દિવસે પણ દેશના અલગ-અલગ સ્થળોએ વ્યવસ્થાની ગડબડીઓ સામે આવી હતી. આથી તે પણ સ્પષ્ટ થયું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષાના આયોજન માટે જરૂરી તૈયારીઓ કરી ન હતી.

અભાવીપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાજ્ઞવલ્ક્ય શુક્લે સુરતમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે, ” નીટ-યૂજીની પરીક્ષા પરિણામના સંદર્ભમાં ઉમેદવારો વચ્ચે ગડબડીની મોટી શંકા છે, આ સમગ્ર પ્રકરણની સીબીઆઇ તપાસ થાય અને દોષિતો પર કડક કાર્યવાહી થવી જોઈએ. નીટના પરીક્ષા પરિણામમાં એક જ સેન્ટર પરથી ઘણા ટોપર્સ હોવાથી આ વર્ષના પરીક્ષા પરિણામ પર ઘણી રીતે શંકા ઊભી થઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર પહેલા પણ યુજીસી-નેટ વગેરે પરીક્ષાઓના આયોજનના સંદર્ભમાં પ્રશ્નો ઉઠ્યા હતા. નીટ પરીક્ષાના આયોજનમાં જે ગડબડીઓ થઈ છે, તેના માટે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર વિષય સાથે સંકળાયેલ બ્યુરોક્રસી જવાબદાર છે.

અભાવીપના આયામ મેડિવિઝનના રાષ્ટ્રીય સંયોજક ડૉ. અભિનંદન બોકેરિયાએ કહ્યું કે, “નીટ પરીક્ષા પરિણામ આવી ગયા બાદ વિદ્યુાર્થીઓના આપઘાત કરવાના કિસ્સાઓ થયા છે, આ અત્યંત દુઃખદ છે। આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ જેથી વિદ્યુાર્થીઓમાં પરીક્ષાના આયોજનને લઈને વિશ્વાસની સ્થિતિ બને.

અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, ” તબિબિ કારકિર્દી ઘડવા માટે ના સૌથી પ્રથમ અને મહત્વપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા મા આ પ્રકારની શંકાશીલ ધટનાઓ યુવાનોના આત્મવિશ્વાસ ને ડગાવી રહ્યું છે, હાલ માજ ગુજરાત ના પંચમહાલ જિલ્લા ના નીટ પરિક્ષા સેન્ટર ના ડેપ્યુટી સેન્ટર સુપરીટેન્ડેન્ટ ની ગાડી માથી જ ૭ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આવા શિક્ષણ ના દલાલો વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકો પર તત્કાલીન સિ.બી.આઈ તપાસ થાય, અને કડક સજા ફટકારવામાં આવે. તેવી માંગ વિધાર્થી પરિષદની છે. વિધાર્થીઓને ન્યાય મળે તેના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ નિટ પરિક્ષા પરિણામ ના છબરડા અને આવા શિક્ષણ ના દલાલો‌ને ઉઘાડા પાડવા માટે કટિબદ્ધ છે.

અહેવાલ : સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)