અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૦૨ ફેબ્રુઆરીના યોજાશે.

અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત ભારત ભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પાર્ધા આગામી તા.૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ ભવનાથ તળેટી થી અંબાજી મંદીર ૫૫૦૦ પગથીયાં સુધી યોજાશે.

જેમાં ભારતના જુદા-જુદા રાજયોમાંથી ૫૭૦ જેટલા અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જુનાગઢ ખાતે આવેલ છે. વધુમાં ગુજરાત રાજયના ૫ જુદા-જુદા સ્થળ જેવા કે ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઇડર પર્વત, પાવગઢ પર્વત અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ ૧૦ વિજેતાઓ અને રાજયકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ ૨૫ વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે.
આ સ્પર્ધાની તૈયારીના ભાગ રુપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૦૮ (આઠ)સમિતીની રચના કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ ૩૧ જાન્યુઆરીના રોજ સીનીયર/જુનીયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા અને સીનીયર/જુનીયર બહેનો માટે ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિની વાડી, ભવનાથ તળેટી ખાતે રિપોટિંગ, નિવાસ વ્યવસ્થા રાખેલ છે. અને આગામી ૩૧ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી સુધી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે.


આ સ્પર્ધા માટે પસંદગી પામેલ ખેલાડીઓની યાદી Facebook Id–Dydo Junagadh પર મુકવામાં આવેલ છે. વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૮૫- ૨૬૩૦૪૯૦ ઉપર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)