અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો આ સૂત્રને સાકાર કરતી ઉના તાલુકાની દિવ્યાંગ વિદ્યાર્થિની…

કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો દુનિયામાં સાહસિક લોકોને કોઈ કમી નથી પરંતુ સાહસ કરવો તમામ લોકો માટે શક્ય પણ નથી..

ઉના તાલુકાના નવાબંદર ગામે રહેતા વાજા કલ્પના કરસનભાઈ નામની દિવ્યાંગ વિદ્યાર્થિનીના પરિવારમાં માતા ભાઈ અને પોતે કલ્પના મળી કુલ ત્રણ વ્યક્તિઓ જ રહે છે કલ્પના વાજા નાની હતી ત્યારથી જ તેના પિતા મૃત્યુ પામેલા હોય ત્યારે સંયુક્ત ઘરની જવાબદારી માતા પર આવી જતા તેમના માતા વેરાવળ ખાતે માછીમારીની કંપની માં માસિક 8 હજાર જેટલી નાની રકમ કમાઈ છે અને દીકરા દીકરીને ભણાવે છે,

નાની દીકરી દિવ્યાંગ કલ્પના વાજાનો ભાઈ પણ અર્ધ (50%) દિવ્યાંગ છે તે પણ અભ્યાસ કરે છે.. કલ્પનાને બાળપણ વીત્યા બાદ આંખો ની રોશની જતી રહી ફરી ભણવા માટે તેના ભાઈએ તેમને ખૂબ મદદ કરી અને સપોર્ટ કરીને ભાવનગરની શ્રીકૃષ્ણ શ્રીજી આંધ્ર ઉદ્યોગ શાળામાં અભ્યાસ માટે મોકલી.. અભ્યાસમાં ખૂબ હોશિયાર હોવાના લીધે અનેક વિવિધ સ્પર્ધાઓમાં ઉતીર્ણ થઈ કલ્પના એ પોતાની બંને આંખો ની રોશની ના હોવાનો અફસોસ ન કર્યો અને જીવનમાં આગળ વધવા થી જિજ્ઞાસા થી ભણવામાં ખૂબ રુચિ દાખવી.. રાજ્યની દિવ્યાંગ શાળાઓમાંથી કુલ 15 જેટલા દિવ્યાંગ બાળકોએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી જેમાં ઉનાના નવાબંદર ગામે રહેતા કલ્પના વાજા નામની દિવ્યાંગ વિદ્યાર્થિનીએ બારમા ધોરણમાં 84% જેટલું રિઝલ્ટ મેળવી દેવ્યાંગ વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર મેળવી ગામનું નામ રોશન કર્યું હતું..આ સિવાય કલ્પના વાજાએ હેલન કેલન એવોર્ડ પણ મેળવ્યો છે. જીવન માં અભ્યાસ કરી કલ્પના વાજાને બેંક મેનેજર બની માતાનું અને ગામનુ નામ રોશન કરવાની ઈરછા પણ છે.. જ્યારે તેમના ભાઈ પણ જામનગર માં અભ્યાસ કરીને બેંકમાં નોકરી મેળવવાની ઈચ્છા રાખે છે..

અહેવાલ: હુસેન ભાદરકા (ગીર સોમનાથ)