અતિવૃષ્ટિ બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા

દ્વારકા

મુખ્યમંત્રી એ એક મહિનામાં બે વખત દ્વારકા જામનગરની મુલાકાત લેવી પડી

દ્વારકામાં 5 દિવસમાં 60 થી 70 ઇંચ વરસાદ પડ્યો

ગુજરાતના 37 તાલુકાઓમાં 140% થી વધારે વરસાદ નોંધાયો

દ્વારકા તાલુકામાં 354% સૌથી વધારે વરસાદ નોંધાયો

દ્વારકા જિલ્લામાં 243% સૌથી વધારે વરસાદ નોંધાયો

દ્વારકા, પોરબંદર, જામનગર જૂનાગઢ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ

140% થી વધારે વરસાદ પડ્યો તે તમામ તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ

મુખ્યમંત્રી એ મુલાકાત રાવલ અને ઘેડ વિસ્તારની કરવાની જરૂર છે

મુખ્યમંત્રીએ વિસ્તારની મુલાકાતના બદલે 2016 નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ જોવાની જરૂર છે

મુખ્યમંત્રી એ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટ પર લખેલા વરસાદના આંકળાઓ જોવાની જરૂર છે

અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ 140% થી વધારે વરસાદ હોય ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ

દેખાડા પૂરતી હવાઈ મુલાકાતોથી ખેડૂતોને, નાગરિકોને કોઈ ફાયદો ન થાય

હવાઈ મુલાકાત બાદ લોકો માટે હિતકારી પગલાં લેવા જોઈએ

એક મહિના પહેલા લીધેલી મુલાકાતથી દ્વારકા-જામનગર જિલ્લાના લોકોને શું ફાયદો થયો ??

મુખ્યમંત્રીની મુલાકાતથી નહિ પણ અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ કરવાથી લોકોને ફાયદો થાય

મુલાકાત લઈને પણ કાયદાકીય અમલ ન કરવો હોય તો તે મુલાકાતનો ફાયદો શું ??

મુખ્યમંત્રી એ મુલાકાત બાદ તરત દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ

અગાઉની નુકશાનીનો પણ હજુ સર્વે પૂરો નથી કર્યો

સરકાર માત્ર દેખાડા પૂરતા કાર્યક્રમોના બદલે લોકોના હીત માટે નક્કર પગલાં લે

140% થી વધારે વરસાદ નોંધાયો તે તાલુકાઓની યાદી

1) અબડાસા 190%
2) લખપત 159%
3) માંડવી 232%
4( મુંદ્રા 190%
5) નખત્રાણા 216%
6) તારાપુર 161%
7) પાદરા 148%
8) નડિયાદ 173%
9) બોરસદ 160%
10) ખંભાત 155%
11) જામ કંડોરણા 140%
12) ધોરાજી 176%
13) લોધિકા 152%
14) મોરબી 144%
15) વાંકાનેર 172%
16) જામ જોધપુર 186%
17) જામનગર 140%
18) જોડિયા 153%
19) કાલાવડ 190%
20) લાલપુર 150%
21) ભાણવડ 190%
22) દ્વારકા 355%
23) કલ્યાણપુર  218%
24) ખંભાળીયા 241%
25) કુતિયાણા 149%
26) પોરબંદર 211%
27) રાણાવાવ  181%
28) જૂનાગઢ 151%
29) જૂનાગઢ સીટી 150%
30) કેશોદ 172%
31) માણાવદર 194%
32) મેંદરડા 161%
33) વંથલી 176%
34) વિસાવદર 159%
35) કુંકાવાવ વડીયા 144%
36) નેત્રંગ 163%
37) વાલિયા 154%
38) પલસાણા 152%
39) ખેરગામ 161%

અહેવાલ :- પૂજા દવે ઓખા (દ્વારકા )