અનડીટેકટ કેબલ વાયર ચોરી ડીટેકટ કરી આરોપીને પકડી મુદામાલ કબ્જે કરતી વિસાવદર પોલીસ.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેષ જાંજડીયા સાહેબ તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી ઇન્ચાર્જ ભગીરથસીંહ જાડેજા સાહેબનાઓ દ્વારા જુનાગઢ જીલ્લામાં બનતા ચોરીઓનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હા બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી જે અન્વયે મદદનીશ પોલીસ અધિ.શ્રી રોહીતકુમાર સાહેબ વિસાવદર વિભાગ,વિસાવદર નાઓના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.એસ.પટેલ સાહેબે સુચના આપેલ હોય કે વિસાવદર પો.સ્ટે. વિસ્તારમાં સીમ ચોરીના બનતા બનાવો અટકાવવા સુચન કરેલ હોય જેથી વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦ ૨૫૦૦૭૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩ (૨) મુજબનો ગુન્હો ગઇ તા.૦૯/૦૨/૨૦૨૫ ના રોજ રજી. થયેલ હોય જેથી ગઇ તા.૧૦/૦૨/૨૦૨૫ નાં રોજ વિસાવદર પો.સ્ટે.નાં પો.ઇન્સ. આર.એસ.પટેલ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સીસી ટીવી કેમેરા અને ટેકનીકલ સોર્સ અને અંગત બાતમીદારો મારફતે ખાનગી રાહે આધારભુત બાતમી હકીકત મળેલ કે સદરહુ ગુનાના કામે ચોરી થયેલ કેબલ વાયર અંકીત રમેશભાઇ કીકાણી રહે.મોટા કોટડા ગામ તા.વિસાવદર વાળાએ ચોરી કરેલ હોય જે મોટા કોટડા ગામ બસ સ્ટેન્ડ પાસે હોય જેથી પો.સ્ટાફનાં માણસો જઇ પકડી અંકીત રમેશભાઇ કીકાણી રહે.મોટા કોટડા ગામ તા.વિસાવદર વાળાને ધોરણસર અટક કરી પુછપરછ કરતા આજરોજ તા.૧૧/૦૨/૨૦૨૫નાં રોજ સદરહુ ગુન્હાનાં કામે ચોરી કરેલ કેબલ વાયર સળગાવીને તેમાંથી તાંબુ (કોપર) એક પ્લાસ્ટીકનાં બાચકામાં ભરી જે બાચકુ જીવલી નદીનાં વોકળામાં સંતાડેલ હોવાની કબુલાત કરતો હોય જેથી આરોપીને સાથે રાખી સદરહુ જગ્યાએ તપાસ કરતા તાંબુ (કોપર) એક બાચકામાં મળી આવેલ હોય જે તાંબુ (કોપર) અંદાજે વજન સાડા છ કીલો હોય જે એક કીલોની કીં.રૂ.૫૦૦/- લેખે કુલ સાડા છ કીલો તાંબુ (કોપર)ની કીં.રૂ.૩,૨૫૦/- નોં ગણી કબ્જે કરેલ છે,


પકડાયેલ આરોપી- (૧) અંકિત રમેશભાઇ કિકાણી, ઉ.વ.૨૮, રહે-મોટા કોટડા ગામ,તા.વિસાવદર
કબ્જે કરેલ મુદામાલ- કેબલ વાયર સળગાવીને તેમાંથી તાંબુ (કોપર) અંદાજે વજન સાડા છ કીલો હોય જે એક કીલોની ક.રૂ.૫૦૦/- લેખે કુલ સાડા છ કીલો તાંબુ (કોપર)ની કીં.રૂ.૩,૨૫૦/- નોં ગણી કબ્જે કરેલ છે,


સારી કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃ-
આ કામગીરીમા પો.ઇન્સ. આર.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ. આર.ડી.રોહીત તથા એ.એસ.આઇ. ડી.એન.ચાંચીયા તથા પો.કોન્સ. પ્રફુલભાઇ કરશનભાઇ તથા પો.કોન્સ. રાજુભાઇ ચંદુભાઇ, તથા પો.કોન્સ. હિંમતભાઇ ડાયાભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)