
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૦૭ ડિસેમ્બર,૨૦૨૪ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય ફાઇવ સ્ટાર ઓટો એજન્સી તથા રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની જૂનાગઢ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ વર્કશોપ મેનેજર, કમ્પ્યુટર ઓપરેટર, ટુ-વ્હિલર ટેકનીસીયન તથા લાઇફ પ્લાનીંગ ઓફિસર/એડવાઇઝરની જગ્યાઓ માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ આઇ.ટી.આઇ., ડિપ્લોમા સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન જૂનાગઢ ખાતે તા.૦૭મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે ઉપસ્થિત રહેવું. ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)